About Dahod

Sr.No. Details Statistical Information
1 Geographical 73.45 and 74.30 north latitude and અને 22.30 and 23.30 east longitude
2 Total Area 38204204 હેકટર
3 Climate Hot
4 Land Type ઢાળવાળી, ડુંગરાળ અને હલકા પ્રકારની
5 Water Sources (River) Dudhamati, Panam, Majan, Hadaf, Kali, Khan River
6 Crop મકાઇ, ચણા અને અડદ
7 Total Villages 696
8 Number Grampanchayats 470
9 Municipalities
10 Nagarpalika 3
11 Population
Rural
Urban
16,35,374
14.80 Lakh
1.56 Lakh
12 Scheduled Caste 32884
13 Scheduled Tribe 1182509
14 District population prop
Ortion against Total pop-
ulation of state
89.68 %
15 Proportion of urban population 10.32 %

Dahod District is situated between 20°30′ to 23°30′ North Latitude and 73°15′ to 74°30′ East Longitude. Dahod District has came in to existence after the division of Panchmahal District on 2/10/1997. The District is surrounded by Sabarkantha District and Vansvada District of Rajasthan in the north, Godhara District in the west and Zabua District of Madhya Pradesh in the east and south.

જીલ્લા વિષે
ગુજરાત રાજયની પૂર્વ સરહદે આવેલ મૂળ પંચમહાલ જીલ્‍લા માંથી વિભાજન થઇ તા. ૨/૧૦/૧૯૯૭ ના રોજથી નવિન દાહોદ જીલ્‍લા અસ્‍તીત્‍વમાં આવેલ દાહોદ જીલ્‍લાને અડીને મઘ્‍યપ્રદેશ અને રાજસ્‍થાન રાજયની સરહદો આવેલી છે.
ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાયેલ દાહોદ ગુજરાતઅને માળવા બન્નેની હદ ઉ૫ર હોવાથી દાહોદ તરીકે ઓળખાય છે દાહોદ શહેરના ઐતિહાસિક પૂરાવા જોતા ઔરંગઝેબનું જન્‍મ સ્‍થાન દાહોદ ગડીના કિલ્‍લામાં થયેલ. દાહોદની દુધમતી નદિએ દધીચી ઋષીએ ત૫ કરેલું તેથી તે નદીનું નામ દૂધમતી નદી છે દાહોદ શહેરનું છાબ તળાવ, માતાનું મંદિર, જૂના પૂરા કસબો, વણઝાર વાડ, વિગેરે વિસ્‍તારો તે સમયના ઇતિહાસ સાથે વણાયેલા છે

તાલુકા વિષે
હાલમાં દાહોદ જિલ્લામાં ૭ તાલુકા છે.જિલ્લાની કુલ વસ્તી સને ર૦૦૧ મુજબ ૧૬,૩પ,૩૭૪ થાય છે તે પૈકી અનુસુચિત જનજાતીની વસ્તી ૧૧,૮ર,પ૦૯ અને અનુસુચિત જાતિની વસ્તી ૩ર,૮૮૪ જયારે અન્ય વસ્તી ૪,૧૮,૯૮૦ છે.જિલ્લામાં ૭ર.ર૮% આદિજાતી વસ્તીના કારણે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે.દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે જેના કારણે આ તાલુકાના ર૬ ગામો માન.મુખ્યમંત્રીશ્રીએ દત્તક લીધેલ છે.જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને ખડકોવાળી છે અને ખેતી ચોમાસાપર આધારીત છે. જિલ્લાનું ભૌગોલીક સ્થાન ૭૩.૪પ થી ૭૪.૩૦ અક્ષાંશ અને રર.૩૦ થી ર૩.૩૦ રેખાંશ વચ્ચે આવેલું છે.જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૩૮ર૦૪ર૦૪ હેકટર છે.આબોહવા ગરમ છે.જમીન ઢાળવાળી,ડુંગરાળ અને હલકા પ્રકારની છે.નદીઓ દુધીમતી, પાનમ, માછણ, હડફ,કાળી અને ખાન નદી છે.જિલ્લાનો મુખ્ય પાક મકાઈ,ચણા અને અડદ છે.જિલ્લાના કુલ ગામો ૬૯૬ છે.ગ્રામ્ય વસ્તી ૧૪.૮૦ લાખ અને શહેરી વસ્તી ૧.પ૬ લાખ છે.વસ્તીની ગીચતા દર ચોરસ કી.મી.દીઠ ૩પ૯ છે.સાક્ષરતાનું પ્રમાણ ૪પ.૪૬ ટકા સ્તીની ગીચતા દર ચોરસ કી.મી.દીઠ ૩પ૯ છે.

ધાનપુર તાલુકો
ધાનપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ધાનપુર માં ૯૦ જેટલા ગામો આવેલા છે. મુખ્ય પાકો પાક ધઉ, મકાઇ, ડાંગર, અડદ, તુવર તથા કઠોળ છે. તાલુકાની મુખ્ય નદીઓ હડફ, પાનમ છે, તાલુકાનો સરેરાશ વરસાદ ૧૪ મી.મી. છે.

દેવગઢબારિયા તાલુકો
દેવગઢબારિયા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. દેવગઢબારિયા માં ૮૬ જેટલા ગામો આવેલા છે. મુખ્ય પાકો પાક મકાઇ, ડાંગર, ધઉ, ચણા, અડદ, મગ, તથા કઠોળ છે. તાલુકાની મુખ્ય નદી ૧ પાનમ છે, તાલુકાનો સરેરાશ વરસાદ ૩૩ મી.મી. છે.

ઝાલોદ તાલુકો
ઝાલોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલ છે. જેનું ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ૭૯૪૫૫૩ રેખાંશ ૧૫.૮૬ છે. ઝાલોદમાં ૧૫૪ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૪૬.૦૪ ટકા છે. તાલુકામાં ૫ નદીઓ આવેલ છે. મુખ્ય પાકો મકાઇ, ડાંગર, તુવેર, ચણા છે. તાલુકાનો સરેરાશ વરસાદ ૭૬૫ ઈંચ છે.

ગરબાડા તાલુકો
ગરબાડા તાલુકાનો ભોગૌલીક વિસ્તાર ૨૩૪૬૧.૦૮ હેકટર છે. ગુજરાત રાજયની પુર્વ દિશામાં આવેલ ગરબાડા તાલુકો મહદઅંશે રાજયની પુર્વપટ્ટીમાં અવોલ છે. જે ત્રણ તાલુકાના દાહોદ / લીમખેડા / ધાનપુરના ત્રિભેટે આપેલ છે. ગરબાડા તાલુકાની વસ્તી તેમજ ભૌગોલીક વિવિધતા ધરાવતો તાલુકો છે ગરબાડા તાલુકાની ભોટાભાગની વસ્તી આદિવાસી છે. અને પોતાના સર્વે નંબરની જમીનમાં પોતાની ભાગે આવતી જમીનમાં મકાનો બાંધીને સ્વતંત્ર રીતે રહે છે. અહીની જમીન ઓછી ફળદ્રુપતાવાળી, ઢાળવાળી તથા પત્થરવાળી જમીન આવેલી છે.
તાલુકાને ઉત્તરે દાહોદ તાલુકો માં ધાનપુર, દક્ષિણ તથા પૂર્વમાં મધ્ય પ્રદેશ રાજયની સરહદ લાગુ પડે છે. બે રાજયની હદ ૅદોહદૅ પરથી દાહોદ નામ પડેલ મનાય છે. સુકો, અર્ધ સુકો તેમજ ડુંગરાળ ઓછી પિયતની સગવડ ધરાવતો તાલુકો છે. તાલુકામાં અવારનવાર દુષ્કાળ પડે છે. અહિના આદિવાસી લોકો શિયાળુ અને ઉનાળુ ઋતુમાં પોતાની ખેતીમાં જરૂરીયાત કરતા વધારાના માણસો રાજયના અન્ય જિલ્લામાં રોજગારી અર્થે સ્થળાંતર કરતા હોય છે.

ફતેપુરા તાલુકો
ફતેપુરા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલ છે. છે. ફતેપુરામાં ૯૬ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૩૬.૭૯ ટકા છે. મુખ્ય પાકો પાક મકાઇ, ડાંગર, ધઉ, ચણા, અડદ, મગ, તથા કઠોળ છે. તાલુકાનો સરેરાશ વરસાદ ૩૩ મી.મી. છે.

 

જોવા લાયક સ્‍થળો
સ્‍થળનું નામ કેદારનાથ
સ્‍થળની વિસ્‍તૃત માહિતી દાહોદથી ૮ કિ.મી. દુર ચોસાલા ગામ નજીક કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. નજીકમાં
કાળીડેમ આવેલ છે. આ ડેમમાંથી દાહોદ રેલ્વે કોલોનીને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.
સ્‍થળ પર કેવી રીતે પહોંચવું દાહોદ થી બસ તથા ખાનગી વાહનો મારફતે જઈ શકાય છે.
અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી) દાહોદ થી ૮ કિ.મી. દુરી.
અગત્‍યનો દિવસ મહાશિવરાત્રી તથા જન્માષ્ટમી
અનુકુળ સમય સવારના ૬.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી

 

સ્‍થળનું નામ બાવકા
સ્‍થળની વિસ્‍તૃત માહિતી દાહોદથી ૧૩ કિ.મી. દુર બાવકા ગામે શંકર ભગવાનનું મંદિર આવેલું છે. આ મંદિરમાં કોનાર્કના
સૂર્ય મંદિરની નાની આવૃત્તિ છે. હાલ પુરાતન ખાતા તરફી તેની સાર સંભાળ રાખવામાં આવે છે.
સ્‍થળ પર કેવી રીતે પહોંચવું દાહોદ થી બસ તથા ખાનગી વાહનો મારફતે જઈ શકાય છે.
અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી) દાહોદ થી ૧૪ કિ.મી. દુરી.
અગત્‍યનો દિવસ મહાશિવરાત્રી
અનુકુળ સમય સવારના ૬.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી
સ્‍થળનું નામ દેવઝરી
સ્‍થળની વિસ્‍તૃત માહિતી જેકોટ ગામ પાસે જંગલ વિસ્તારમાં દાહોદ-ગોધરા રોડ ઉપર શિવ મંદિર આવેલું છે. જેને દેવઝરીતરીકે ખ્યાતી પામેલ છે. રેલ્વે ટ્રેક ક્રોસ કરી આ સ્થળની મુલાકાત થઈ શકે છે.
સ્‍થળ પર કેવી રીતે પહોંચવું દાહોદ થી બસ તથા ખાનગી વાહનો મારફતે જઈ શકાય છે.
અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી) દાહોદ થી ૧૭ કિ.મી. દુરી.
અગત્‍યનો દિવસ મહાશિવરાત્રી
અનુકુળ સમય સવારના ૬.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી